Friday, May 8, 2020

પ્રોડ્યૂસર શાહરુખ ખાનની બીજી વેબસીરિઝ ‘બેતાલ’નું ટ્રેલર રિલીઝ, હોરર-થ્રિલરથી ભરપૂર

શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ હેઠળ બનેલી બીજી વેબ સીરિઝ ‘બેતાલ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર હોરર તથા થ્રિલરથી ભરપૂર છે.

શાહરુખ ખાને ટ્રેલર શૅર કર્યું
શાહરુખ ખાને ટ્રેલર શૅર કરીને કહ્યું હતું, તમે રાક્ષસો સાથે યુદ્ધ કરવા માટે કેટલાં દૂર જશો? અમારી બીજી વેબ સીરિઝ ‘બેતાલ’, હોરર તથા થ્રિલરથી ભરપૂર, 24 મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

શું છે સીરિઝની સ્ટોરી?
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો કર્નલ બેતાલ ઝોમ્બી બની જાય છે. વર્ષો બાદ તેપોતાની ઝોમ્બી સેના સાથે ગામડામાં પરત આવે છે. ટ્રેલરમાં કર્નલની બટાલિયન બાકી રહેલા માણસો પર હુમલાઓ કરે છે. આ સીરિઝને પેટ્રિક ગ્રાહમે ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પેટ્રિકે રાધિકા આપ્ટેની હોરર સીરિઝ ‘ગુલ’ ડિરેક્ટ કરી હતી.

‘બેતાલ’માં આ કલાકારો જોવા મળશે
‘બેતાલ’માં વિનીત કુમાર, આહના કુમરા, સુચિત્રા પિલ્લાઈ, જીતેન્દ્ર જોષી, મંજરી પુપલા તથા સાયના આનંદ જેવા કલાકારો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં શાહરુખ ખાનની ‘બાર્ડ ઓફ બ્લડ’ સીરિઝ આવી હતી. આ સીરિઝમાં ઈમરાન હાશ્મી લીડ રોલમાં હતો. શાહરુખ ખાન છેલ્લાં કેટલાંય સમયથી બોલિવૂડથી દૂર છે. ચાહકો તે નવી ફિલ્મ સાઈન કરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
producer Shah Rukh Khan's second web series 'Betaal', full of horror-thriller


from Divya Bhaskar https://ift.tt/3bdrOJR
https://ift.tt/2SJpdRG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...