Friday, May 8, 2020

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ આલુ પરોઠામાં બટાટા ના હોવાની ફરિયાદ કરી, એક્ટ્રેસે રસપ્રદ જવાબ આપ્યો

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાને આલુ પરોઠાં જમવા માટે આપે છે. તો રાજ કુંદ્રા કહે છે કે આમાં બટાટા ક્યાં છે? આ વાતથી શિલ્પા શેટ્ટી ગુસ્સે થઈ જાય છે. તે કહે છે કે કાશ્મીરી પુલાવમાં કાશ્મિર જોવા મળે છે? બનારસી સાડીમાં બનારસ જોવા મળે છે?

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં વર્કઆઉટ તથા કૂકિંગ ટ્યૂટોરિયલના વીડિયો શૅર કરતી હોય છે. આ ઉપરાંત તે ફન વીડિયો શૅર કરતી હોય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ફિલ્મ ‘નિકમ્મા’ તથા ‘હંગામા 2’થી બોલિવૂડ કમબેક કરી રહી છે. આ વર્ષે શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રા દીકરી સમિશાના પેરેન્ટ્સ બન્યાં. શિલ્પા 15 ફેબ્રુઆરીએ દીકરી સમિશાની માતા બની હતી. દીકરીનો જન્મ સરોગસીની મદદથી થયો હતો. શિલ્પા 23 દિવસ બાદ દીકરીને ઘરે લાવી હતી. નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shilpa Shetty's husband Raj Kundra complains that there are no potatoes in Aloo Paratha, actress gives interesting answer


from Divya Bhaskar https://ift.tt/2T2kbjp
https://ift.tt/3drg6N9

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...