Saturday, May 23, 2020

શાહરુખ ખાનની દીકરી સુહાનાએ લોકડાઉનમાં બર્થડે પર ઘરની અગાસી પર સ્લો મો શૂટ કરી લખ્યું, હું 20ની થઇ

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનો 22 મેના રોજ જન્મદિવસ હતો. સુહાના 20 વર્ષની થઇ છે. લોકડાઉનને કારણે તે હાલ પરિવાર સાથે મુંબઈમાં ઘરે જ છે. પોતાના બર્થડે પર સુહાના ખાને તૈયાર થઈને ઘરની અગાસી પર એક ગ્લેમરસ અવતારમાં સ્લો મોશન વીડિયો શૂટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરી લખ્યું કે, હું 20ની થઇ ગઈ.

સુહાના ખાનને બર્થડે પર ઘણા સેલેબ્સે વિશ કર્યું હતું. તેની બાળપણની ફ્રેન્ડ અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ તેમનો ફોટો શેર કરી લખ્યું હતું કે, હું અત્યારે સૌથી વધુ બે વસ્તુ મિસ કરી રહી છું. એક બહાર જવાનું અને બીજું સુહાના. તું ભલે 20 વર્ષની થઇ પણ મારા માટે હંમેશાં નાનું બાળક જ રહીશ.

સુહાના ખાનની માતા ગૌરી ખાને થોડા સમય પહેલાં ઘરે રહીને દીકરીનું ફોટો શૂટ કર્યું હતું. સુહાના તેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સુહાના હાલ ઘરે રહીને ઓનલાઇન બેલી ડાન્સિંગના ક્લાસ લઇ રહી છે.

View this post on Instagram

my mum took these 😋 @gaurikhan

A post shared by Suhana Khan (@suhanakhan2) on May 14, 2020 at 8:19am PDT

સુહાના ન્યૂ યોર્ક યુનિવર્સિટીની ફિલ્મ સ્કૂલમાં ભણે છે પણ મહામારીને કારણે તે હાલ મુંબઈમાં ઘરે છે. તે અગાઉ સુહાનાએ લંડનની કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. સુહાનાએ ગયા વર્ષે શોર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. જોકે સુહાનાએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shahrukh Khan's daughter Suhana shot a slow mo on the terrace on her birthday in Lockdown and wrote, I am 20


from Divya Bhaskar https://ift.tt/2Tv0X5Y
https://ift.tt/2AVXOpt

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...