ધ લંચબોક્સ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવ્યું હતું. આ વાતને 7 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે નિમ્રત કોરે ફિલ્મના તેના કો-સ્ટાર ઈરફાન ખાનને યાદ કરીને પોસ્ટ શેર કરી હતી. 2013માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું અને ફિલ્મને લોકોએ ખૂબ વખાણી હતી.
View this post on InstagramA post shared by NIMRATasneem KAUReshi (@nimratofficial) on May 18, 2020 at 12:01pm PDT
નિમ્રત કોરે ફોટો શેર કરી લખ્યું કે, 7 વર્ષ પહેલાં અમે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ જ સમયે ધ લંચબોક્સ ફિલ્મના પ્રીમિયરમાં જે અદભુત રિસ્પોન્સ મળ્યો તેને ભેગો કરી રહ્યા હતા. ત્યારબાદથી જિંદગી કોઈવાર પહેલા જેવી રહી નથી. આજે મારી જર્ની અને તે ફિલ્મને આટલા મુકામ સુધી પહોંચાડવા માટેના તમારા પ્રેમ માટે ખૂબ આભારી છું. તેણે ઈરફાન ફોરએવરનો હેશટેગ પણ માર્યો હતો.
ઈરફાન ખાનનું મૃત્યુ 29 એપ્રિલના રોજ થયું હતું. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કોલન ઇન્ફેક્શનના કારણે 53 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ge4aRk
https://ift.tt/2XfhDQd
No comments:
Post a Comment
If you have any doubts please let me know!