અનિલ કપૂર તથા સુનીતા કપૂરની 19 મેના રોજ 36મી વેડિંગ એનિવર્સરી હતી. બંનેએ 19 મે, 1984માં લગ્ન કર્યાં હતાં. અનિલ કપૂર, સુનીતા કપૂરે સોશિયલ મીડિયામાં એકબીજાને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. તેમના સંતાનો સોનમ કપૂર તથા રેહા કપૂરે પણ પેરેન્ટ્સને વેડિંગ એનિવર્સરીને લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.
અનિલ કપૂરે લગ્નની તસવીર શૅર કરીને લાંબી પોસ્ટ શૅર કરી
અનિલ કપૂરે લગ્નની કેટલીક તસવીર શૅર કરી હતી. આ તસવીરો સાથે એક્ટરે લાંબી પોસ્ટ પણ લખી હતી. અનિલ કપૂરે કહ્યું હતું, મેં મારી પ્રેમિકા સુનિતાને પ્રપોઝ કર્યું હતું અને મારી પત્ની બનવા અંગે પૂછ્યું હતું.. અમારા લગ્નમાં ઘણી અડચણો આવી હતી, કારણ કે મારે ખાતરી કરવી હતી કે હું તેની પૂરતી કાળજી લઈ શકું. તેણે જે સપનાઓ જોયા છે, તે તમામ પૂરા કરી શકું. મારે ઘર ખરીદવું હતું અને તેને માટે રસોઈયો પણ રાખવો હતો. હું બસ તેના માટે કાબેલ થવા ઈચ્છતો હતો.
View this post on InstagramA post shared by anilskapoor (@anilskapoor) on May 19, 2020 at 1:53am PDT
અનિલ કપૂર લગ્ન સમયે નર્વસ હતાં
તમામ વિષમતાઓની વચ્ચે 19મેના રોજ અમારા લગ્ન થયા. મને હજી પણ યાદ છે કે જ્યારે હું લગ્નના દિવસે તેના ઘરમાં પ્રવેશ્યો ત્યારે મેં મારી દુલ્હને જોઈ. તે હસી રહી હતી અને મારી આંખમાં આંસુ હતાં. ખુશીના આંસુ હતાં પરંતુ હું નર્વસ પણ બહુ જ હતો. મારા લગ્નનો દિવસ હતો. અમારા લગ્નનું આયોજન થયું અને તરત જ બીજા દિવસે લગ્ન કરવાનું નક્કી થયું. અમારા લગ્ન કંઈ ભવ્ય રીતે નહોતા થયાં અને અમે હનીમૂન મનાવવા માટે પણ જઈ શક્યા નહોતાં. આ વાત પર તે હજી પણ મારી મજાક કરે છે. જોકે, મારા જીવનની આ સૌથી સારી બાબત હતી. અમે લગ્ન કર્યાં અને અમારું સહજીવન શરૂ થયું. મને અનેક લોકોએ સમજાવ્યો હતો કે આટલી જલ્દી લગ્ન કરી લેવાથી મારી કરિયરનો અંત આવી જશે પરંતુ મને ખબર હતી કે હું તેના વગરનો એક દિવસ પણ બરબાદ કરવા માગતો નહોતો અને તેને મારા જીવનમાં ઈચ્છતો હતો. અમારા માટે ક્યારેય કરિયર અને પ્રેમ નહોતું પરંતુ અમારા માટે હંમેશાં પ્રેમ અને કરિયરને સ્થાન હતું. હું છેલ્લે એમ નહીં કહું કે અમે સુખેથી જીવન જીવ્યાં કારણ કે હજી અમારી લવ સ્ટોરીનો અંત થયો નથી. અમે હજી પણ એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને કરતાં રહીશું....મારી પત્ની સુનીતાને હેપી એનિવર્સરી...
સુનીતા કપૂરે પતિ અનિલને વિશ કરતાં કહ્યું હતું, મારા પતિમાં મારી ખુશીઓ છે. હેપી 36મી વેડિંગ એનવિર્સરી.
View this post on Instagram“ My Husband is My Happy Place” Happy 36th anniversary.. love you beyond time 🤗🤗🤗🤗🥰🥰🥰🥰🥰❤️❤️😀😀
A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on May 18, 2020 at 10:03pm PDT
સોનમ કપૂરે શું કહ્યું?
સોનમ કપૂરે પેરેન્ટ્સને વિશ કરતાં કહ્યું હતું, હેપી હેપી એનિવર્સરી પેરેન્ટ્સ. હું તમને ઘણો જ પ્રેમ કરું છું અને તમને ઘણાં જ મિસ કરી રહી છું. લગ્નના 36 વર્ષ તથા ડેટિંગના 11 વર્ષ. તમે બંનેએ ત્રણ મોસ્ટ ક્રેઝી તથા કોન્ફિડન્ટ બાળકોને જન્મ આપ્યો છે. અમને આશા છે કે અમે તમને ગર્વ અપાવ્યો છે.
View this post on InstagramA post shared by Sonam K Ahuja (@sonamkapoor) on May 18, 2020 at 10:38pm PDT
રેહા કપૂરે પણ વિશ કર્યાં
સોનમની નાની બહેન રેહાકપૂરે પણ માતા-પિતાને શુભેચ્છા પાઠવી હતી. રેહાએ કહ્યું હતું કે લગ્નના 36 વર્ષ અને ડેટિંગના 11 વર્ષ.
View this post on InstagramHappy 36 years of marriage and 11 years of dating. I got exhausted just writing that. Love you both.
A post shared by Rhea Kapoor (@rheakapoor) on May 18, 2020 at 10:21pm PDT
ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર તથા સુનીત કપૂરને ત્રણ સંતાનો છે, જેમાં બે દીકરીઓ સોનમ કપૂર, રેહા કપૂર અને દીકરો હર્ષવર્ધન કપૂર છે. સોનમ કપૂરે દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Zi1BHD
https://ift.tt/3g6JA55
No comments:
Post a Comment
If you have any doubts please let me know!