Saturday, May 23, 2020

સલમાન ખાને મિથુન ચક્રવર્તીના દીકરા નમાશીની ડેબ્યુ ફિલ્મ બેડ બોયનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું

મિથુન ચક્રવર્તીના દીકરા નમાશી ચક્રવર્તીએ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. બેડ બોય ફિલ્મથી તે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લઇ રહ્યો છે. આ ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરનું અનાવરણ સલમાન ખાને કર્યું છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી લખ્યું કે, ઓલ ધ વેરી બેસ્ટ નમાશી ફોર બેડબોય. પોસ્ટર લાજવાબ.

બેડબોય ફિલ્મની લીડ સ્ટારકાસ્ટમાં નમાશીની સાથે અમરિન કુરેશી પણ સામેલ છે. અમરિનની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મના પ્રોડ્યુસર સાજીદ કુરેશી, ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા છે. અમરિન સાજીદ કુરેશીની દીકરી છે. આ રોમકોમ ફિલ્મને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી છે. ડિરેક્ટરના જણાવ્યા મુજબ ડ્રામા, મ્યુઝિક, એક્શન અને રોમાન્સ આ ફિલ્મની મુખ્ય વસ્તુ છે.

સલમાન ખાન હાલ લોકડાઉનને કારણે તેના પનવેલના ફાર્મહાઉસ પર ફસાઈ ગયો છે. તેણે ત્યાં રહીને તેની યુટ્યુબ ચેનલ પર બે સોન્ગ પણ રિલીઝ કરી નાખ્યા છે. બંને સોન્ગ સલમાને ગાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan unveils first poster of Mithun Chakraborty’s son Namashi’s debut film Bad Boy


from Divya Bhaskar https://ift.tt/36mqFir
https://ift.tt/2XonYIX

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...