Thursday, May 21, 2020

પ્રીટિ ઝિન્ટાએ ફિટ રહેવા માટે નવી રીત અપનાવી, ઘરના ગાર્ડનમાં વર્કઆઉટ કર્યું

હાલમાં પ્રીટિ ઝિન્ટા લોસ એન્જલસમાં છે. અહીંયા તે માતા તથા પતિ સાથે રહે છે. વિશ્વભરમાં કોરોનાવાઈરસના કેસ દિવસે દિવસે વધી રહ્યાં છે. પ્રીટિ ઝિન્ટા લોસ એન્જલસમાં ઘરમાં જ સમય પસાર કરી રહી છે. ઘરે રહીને જ પ્રીટિ ઝિન્ટા વિવિધ રીતે વર્કઆઉટ કરે છે.

હાલમાં જ વર્કઆઉટનો વીડિયો શૅર કર્યો
પ્રીટિએ હાલમાં જ વર્કઆઉટનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને પ્રીટિએ કહ્યું હતું, આજકાલ ફિટ રહેવા માટે કંઈક અલગ રીત અપનાવી. આ જુગાડ જેવું જ છે. વીડિયોમાં પ્રીટિ ઝિન્ટા ઘરના ગાર્ડનમાં આવેલા થાંભલામાં સ્ટ્રેચિંગ બેન્ડ ભરવાની એક્સરસાઈઝ કરતી જોવા મળી હતી.

આ પહેલાં ખુરશીની મદદથી વર્કઆઉટ કર્યું હતું
આ પહેલાં પ્રીટિએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે ગાર્ડનમાં ખુરશીની મદદથી સ્ટ્રેચિંગ તથા વર્કઆઉટ કરતી જોવા મળી હતી. આ સમય દરમિયાન તેનો ડોગ પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રીટિએ વર્ષ 2016માં લોંગ ટાઈમ બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે અમેરિકામાં લગ્ન કર્યા હતાં. પ્રીટિ છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Preity Zinta workout video


from Divya Bhaskar https://ift.tt/3g6kcwq
https://ift.tt/3cRUEkI

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...