Friday, May 22, 2020

અનિલ કપૂરે કહ્યું, વેડિંગ એનિવર્સરી પર બધી જ કેક ખાઈ જવાનો ગુનો કર્યો, હવે વધારાની કેલરી બર્ન કરવી પડશે

અનિલ કપૂરે 19 મેના રોજ પોતાની 36મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. અનિલ કપૂરે સોશિયલ મીડિયામાં પત્ની સુનીતાને વેડિંગ એનિવર્સરીની શુભકામના પણ પાઠવી હતી. જોકે, વેડિંગ એનિવર્સરી પછી તરત જ અનિલ કપૂરે ટ્વિટર પર વર્કઆઉટનો એક વીડિયો શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુનો કર્યાં બાદ આ કરવું જરૂરી છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં અનિલ કપૂર ઘરના જીમમાં સાયકલિંગ કરતાં જોવા મળે છે. આ વીડિયો શૅર કરીને અનિલ કપૂરે કહ્યું હતું, ‘મેં એક ગુનો કર્યો હતો. એનિવર્સરીની બધી જ કેક મેં જ ખાઈ લીધી હતી. હવે આ કરવાનો સમય છે અને વધારાની કેલરી બર્ન કરવી જ પડશે.’ ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર ફિટનેસને લઈ ઘણાં જ સજાગ છે. તેઓ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ફિટનેસના વીડિયો કે તસવીરો શૅર કરતાં હોય છે.

વેડિંગ એનિવર્સરી પહેલાં લવસ્ટોરી કહી હતી
અનિલ કપૂરે વેડિંગ એનિવર્સરી પહેલાં સુનીતા સાથેની લવસ્ટોરી શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મેરી જંગ’ ફિલ્મ સાઈન કર્યાં બાદ તેમના મનમાં સતત સુનીતાને પ્રપોઝ કરવાના વિચાર આવતા હતાં. તેમણે ટ્વિટર પર વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તે દિવસે તે ઘણાં જ નર્વસ હતાં. તેમણે પ્રપોઝ કરવાનું સતત ટાળતા હતાં. જોકે, અંતે કરિયર તથા પ્રેમ એમ બેમાંથી એકની પસંદગી કરવાનો સમય આવી ગયો હતો. તેમણે પ્રેમને પસંદ કર્યો. 18 મેના રોજ તેમણે સુનીતાને પ્રપોઝ કર્યું હતું.

લગ્નના દિવસની ખાસ વાત કહી હતી
અનિલ કપૂરે વેડિંગ એનિવર્સરી પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મને હજી પણ યાદ છે કે જ્યારે હું લગ્નના દિવસે તેના ઘરમાં પ્રવેશ્યો ત્યારે મેં મારી દુલ્હને જોઈ. તે હસી રહી હતી અને મારી આંખમાં આંસુ હતાં. ખુશીના આંસુ હતાં પરંતુ હું નર્વસ પણ બહુ જ હતો. મારા લગ્નનો દિવસ હતો. અમારા લગ્નનું આયોજન થયું અને તરત જ બીજા દિવસે લગ્ન કરવાનું નક્કી થયું. અમારા લગ્ન કંઈ ભવ્ય રીતે નહોતા થયાં અને અમે હનીમૂન મનાવવા માટે પણ જઈ શક્યા નહોતાં. આ વાત પર તે હજી પણ મારી મજાક કરે છે.’

View this post on Instagram

How 19th May became the best day of our lives!⁣ ⁣ I proposed to my girlfriend Sunita and asked her to be my wife... our wedding had been delayed a lot because I wanted to be sure that I could take care of her in the way she deserved and give her everything she could ever dream of...in the very least, I needed to be able to afford to buy a house and hire a cook!! I just wanted to be worthy of her...⁣ We got married on 19th May, against all odds....I still remember when I entered her house on our wedding day and saw my bride, she was smiling and I had tears in my eyes... Tears of happiness, but also nervousness... I mean it was my wedding day! Our wedding was planned and executed within a day, and yes we may not have had a big wedding or even a honeymoon, which she still teases me about, but it was still the best thing that ever happened to me....it was now or never for us and I’m so glad we took the leap that day and started our lives together... many people prophesied that marrying so early would be disastrous for my career, but all I knew was that I did not want to waste another day without her and wanted her by my side through it all... for us it was never career or love.. it was always love AND career...⁣ I won’t say in the end we lived happily ever after...because it is not even close to the end of our love story... we still have a lot of love to share together, forever.... ⁣ ⁣ Happy Anniversary to the love of my life, my wife Sunita... @kapoor.sunita

A post shared by anilskapoor (@anilskapoor) on May 19, 2020 at 1:53am PDT

અનિલ કપૂરની આ વર્ષે ફિલ્મ ‘મલંગ’ રિલીઝ થઈ હતી. મોહિત સૂરીની આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, દિશા પટની તથા કુનાલ ખેમુ લીડ રોલમાં હતાં. અનિલે ભ્રષ્ટ પોલીસનો રોલ પ્લે કર્યો હતો. હવે, તેઓ કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anil Kapoor says he committed the crime of eating all the cakes on his wedding anniversary, here’s how he is paying for it


from Divya Bhaskar https://ift.tt/36mq400
https://ift.tt/2TpTYeA

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...