Wednesday, May 20, 2020

માધુરી દીક્ષિતનું ડેબ્યુ સોન્ગ કેન્ડલ શનિવારે રિલીઝ થશે, આશા અને હકારત્મક્તા પરનું સોન્ગ

લોકડાઉનમાં સેલેબ્સના નવા નવા ટેલેન્ટ બહાર આવી રહ્યા છે. એક્ટ્રેસ, ડાન્સર માધુરી દીક્ષિત હવે સિંગર બનવા જઈ રહ્યા છે. તેઓ સિંગર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. તેમના પહેલા સોન્ગનું નામ કેન્ડલ છે. આ સોન્ગ 3 દિવસ બાદ શનિવારે રિલીઝ થશે. તેણે આ વાત શેર કરતા લખ્યું કે, આપણે બધા આ પરિસ્થિતિમાં સાથે છીએ અને આપણે ચોક્કસથી આમાંથી સ્ટ્રોંગ થઈને બહાર આવીશું. આપણને થોડી આશા અને હકારત્મક્તાની જરૂર છે.

માધુરીએ તેના આ પહેલા સિંગલની ઝલક તેના ફેન્સને બર્થડે પર શેર કરી હતી. 15 મેના રોજ 53મા જન્મદિવસ પર માધુરીએ તેના ફેન્સને રિટર્ન ગિફ્ટ આપી હતી. સોન્ગની ઝલકમાં માધુરી આ અંગ્રેજી સોન્ગ ગાતા દેખાઈ છે.

માધુરી દીક્ષિતે આઈ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં પરફોર્મ કર્યું હતું. આ ફંડ રેઝિંગ ઇવેન્ટમાં માધુરીએ પરફેક્ટ સોન્ગ પર પરફોર્મ કર્યું હતું. ટ્રેઈન્ડ ક્લાસિકલ ડાન્સર માધુરી લોકડાઉનમાં પતિ, બાળકો અને પરિવારના અન્ય સભ્યો સાથે ઘરે સમય પસાર કરી રહ્યા છે. તે ડાન્સના રિયાઝના વીડિયોઝ, વર્કઆઉટ વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Madhuri Dixit's debut single 'Candle' to release on Saturday


from Divya Bhaskar https://ift.tt/2zP39ON
https://ift.tt/3g9Z600

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...