Thursday, May 21, 2020

એશા દેઓલે લગ્નનો વીડિયો શૅર કરીને કહ્યું, હું જલ્દીથી રડતી નથી પરંતુ વિદાયનો વીડિયો જોઈને રડી પડું છું

ધર્મેન્દ્ર તથા હેમામાલિનીની દીકરી એશા દેઓલે હાલમાં જ પોતાના લગ્નની વિદાયનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં વિદાય પ્રસંગે ધર્મેન્દ્ર, હેમામાલિની તથા તેની બહેન આહના કુમારની આંખોમાં આંસુ જોવા મળે છે.

વીડિયોમાં એશાએ આ વાત કહી
વીડિયોમાં એશા દેઓલ કહે છે કે તે જલ્દીથી રડી પડે તેવી વ્યક્તિ નથી. તેને યાદ નથી કે તે છેલ્લે ક્યારે રડી હતી. જોકે, તે જ્યારે પણ વિદાયનો વીડિયો જુએ છે ત્યારે તે રડી પડે છે. તે આજે પણ આ વીડિયો જોઈને રડી હતી. વીડિયોમાં રેડ ગોલ્ડન સાડીમાં એશા દુલ્હન તરીકે ઘણી જ સુંદર લાગે છે. તેણે સોનાના ઘરેણાં પહેર્યાં હોય છે. આ વીડિયોમાં વિદાય સમયની ભાવુક ક્ષણો જોવા મળે છે. એશા માતા-પિતાને ગળે મળીને રડે છે. તેની બહેન આહનાના હાથમાં સૂપડું હોય છે અને તેમાં ચોખા હોય છે. વિદાય પહેલાં એશા ખોબામાં ચોખા લઈને પાછળ જોયા વગર ચોખાફેંકે છે. વીડિયો શૅર કરીને એશાએ કેપ્શન આપ્યું હતું કે જીવનની યાદો. આ વીડિયોમાં એશાએ જીવનની આ કિંમતી યાદોને ક્લિક કરવા બદલ પ્રોડક્શન કંપનીનો આભાર માન્યો હતો.

વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં
એશા દેઓલે મુંબઈ સ્થિત બિઝનેસમેન ભરત તખ્તાની સાથે વર્ષ 2012માં મુંબઈમાં જ લગ્ન કર્યાં હતાં. એશાને બે દીકરીઓ છે. એશા માતા તથા બહેન આહનાની જેમ ક્લાસિકલ ડાન્સર છે. તેણે માતા તથા બહેનની સાથે ઘણીવાર સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રે હેમા માલિની સાથે બીજીવાર લગ્ન કર્યાં છે. આ પહેલાં તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને બે દીકરા સની તથા બોબી અને બે દીકરીઓ અજેતા તથા વિજેતા છે. ધર્મેન્દ્રે પ્રકાશ કૌરને ડિવોર્સ આપ્યા વગર જ હેમા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને બે દીકરીઓ છે. બંને પરિવારો અલગ રહે છે અને એકબીજાના ઘરના પ્રસંગોમાં હાજરી આપતા નથી.

એશા દેઓલે ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી વર્ષ 2003માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘ના તુમ જાનો ના હમ’, ‘ધૂમ’, ‘એલઓસી કારગીલ’, ‘નો એન્ટ્રી’, ‘કાલ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, એશા માતા હેમામાલિનીની જેમ સફળ થઈ શકી નહીં. છેલ્લે એશા દેઓલ વર્ષ 2018માં શોર્ટ ફિલ્મ ‘કેકવોક’માં જોવા મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Esha Deol shared a video of her wedding


from Divya Bhaskar https://ift.tt/2TnKJvC
https://ift.tt/3d359lr

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...