Wednesday, May 6, 2020

કરન વાહીની માતા થાઈરોઈડના પેશન્ટ હોવા છતાંય ચાર મહિનામાં 18 કિલો વજન ઊતાર્યું, એક્ટરે બૉડી ટ્રાન્ફોર્મેશનની તસવીર શૅર કરી

ટીવી એક્ટર કરન વાહીએ હાલમાં જ માતાની તસવીર શૅર કરી હતી. તેની માતા વીણા વાહીએ માત્ર ચાર મહિનાની અંદર 18 કિલો વજન ઓછું કર્યું હતું. તેમને હાઇપોથાઇરોઇડિસમ (આ સ્થિતિમાં બૉડીના મેટાબોલિઝમ પર અસર પડે છે અને વ્યક્તિનું વજન વધેછે) હોવા છતાંય આટલું વજન ઉતાર્યું હતું.

કરને વીડિયો શૅર કર્યો
કરને વીડિયો શૅર કરીને માતાની વેઈટ લોસ જર્ની અંગે વાત કરી હતી. તેણે કોચ તાહિરાનો આભાર માન્યો હતો. કરને કહ્યું હતું કે તે બધાને એટલું કહેવા માગે છે કે તેની માતાની ઉંમર 62 વર્ષ છે. તેઓ વાઈસ પ્રિન્સિપાલ હતાં અને હાલમાં નિવૃત્ત જીવન પસાર કરે છે. તેઓ જીવનમાં હંમેશાં એક્ટિવ રહ્યાં છે. આજે તેઓ નિયમિત રીતે ચાલે છે અને સ્વીમ પણ કરે છે. જોકે, તેમનું વજન ઘટતું નહોતું. તેઓ એટલું બધું જમતા પણ નહોતાં. ચાર મહિનામાં તેમણે 18 કિલો જેટલું વજન ઊતાર્યું છે. તેને માતા પર ઘણો જ ગર્વ છે. તેની માતા થાઈરોઈડની પેશન્ટ છે. કોચ તાહિરાએ ડાયટમાં ફેરફાર કર્યો હતો. થાઈરોઈડ હોવાને કારણે વજન ઘટાડવું બહુ જ મુશ્કેલભર્યું હતું. જોકે, તાહિરાએ સારું કામ કર્યું છે.

કરને માતાની તસવીર શૅર કરી
કરને માતાની વજન ઉતર્યાં પહેલાંની અને વજન ઉતર્યાં બાદની તસવીર શૅર કરી હતી. તસવીર શૅર કરીને કહ્યું હતું, માતા પર ઘણો જ ગર્વ છે. તેમણે મારી વાત સાંભળી. વિશ્વની સંભાળ લેતા પહેલાં પોતાની કાળજી રાખવી જરૂરી છે. મારી માતાની ઉંમર 62 વર્ષ છે. તેઓ હાઈપોથાઈરોડના દર્દી છે પરંતુ મેં તેમને પ્રેરણા આપી અને ચાર મહિનામાં તેમનું 18 કિલો જેટલું વજન ઓછું થયું. લૉકડાઉન હોવા છતાંય...મમ્મી તમે એકદમ મજબૂત છો. તાહિરા કોચરનો આભાર. ઉંમર માત્ર એક નંબર છે. આ વાત સાબિત થઈ. પ્રેરણાદાયક લોકો તેના પ્રભાવમાં આવતા નથી. લવ યુ મોમ.

સેલેબ્સે કમેન્ટ કરી
આ પોસ્ટ પર સેલેબ્સે પણ કમેન્ટ્સ કરી હતી. સંગીતકાર વિશાલે કહ્યું હતું કે તે કમાલના લાગે છે. તેના તરફથી શુભેચ્છા. શ્વેતા ગુલાટીએ કહ્યું હતું કે પ્રેરણાદાયી. મંદિરા બેદીએ કહ્યું હતું કે વાઉ. શરદ કેલકર, શિબાની દાંડેકર, સૂયશ રાય, રિદ્ધિમા પંડિત, ક્રિશ્વર મર્ચન્ટ તથા ગૌહર ખાન સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કરન વાહીએ ગયા વર્ષે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ શો હોસ્ટ કર્યો હતો. હાલમાં જ કરન વાહી વેબ સીરિઝ ‘100’માં લારા દત્તા તથા રીંકુ રાજગોર સાથે જોવા મળ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Wahi's mother loses 18 kg in four months despite being a thyroid patient, actor shares picture of body transformation


from Divya Bhaskar https://ift.tt/2WCJQjE
https://ift.tt/2yoLQnz

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...