સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરવામાં ઝડપ રાખી રહી છે. તપાસ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. બાંદ્રા પોલીસ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાની ફરી પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતની ત્રણ કંપનીઓમાંથી બે કંપનીઓની રિયા ડિરેક્ટર છે. એક કંપનીમાં રિયાનો ભાવિ શોવિક ચક્રવર્તી એડિશનલ ડિરેક્ટર હતો. એવું જણાવાઈ રહ્યું છે કે પહેલી પૂછપરછમાં રિયાએ આર્થિક લેવડ દેવડની માહિતી આપી ન હતી. ત્રણેય કંપનીમાં સુશાંતે તેની કમાણીની મોટી રકમ ઈન્વેસ્ટ કરી હતી.
કેસની તપાસ માટે બનાવેલ ત્રણ ટીમમાંથી એક ટીમ બોલિવૂડમાં સગાવાદ પર તપાસ કરશે. બીજી સુશાંતના નજીકના, પરિવારના સભ્યો અને તેની સાથે કામ કરી ચૂકેલ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે વાત કરશે. ત્રીજી ટીમ આ બંનેના સપોર્ટ સાથે સુશાંતના ડિપ્રેશનમાં હોવાના કારણોની તપાસ કરશે.
અગાઉ ગુરુવારે રિયાની 11 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ આ કેસમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે પણ વાતચીત કરી શકે છે. સુશાંતના મૃત્યુ બાદ અંકિતા તેના પરિવારને પણ મળી હતી.
સુશાંતના અંતિમ સંસ્કારમાં રિયા સામેલ થઇ ન હતી
મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંતના પરિવારે રિયાને અંતિમ સંસ્કારમાં સામેલ ન થવા માટે કહ્યું હતું. તે સુશાંતના મૃતદેહને જોવા માટે કૂપર હોસ્પિટલ ગઈ હતી, જ્યાંથી સુશાંતના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે લઇ જવામાં આવ્યો હતો. પરિવારે ના પાડી હોવાથી રિયા સ્મશાન ઘાટ ગઈ ન હતી.
સપ્ટેમ્બર 2019થી સુશાંત ડિપ્રેશનમાં હતો
આ પહેલાં ગુરુવારે થયેલ પૂછપરછમાં રિયાએ સુશાંત સાથેના રિલેશનશિપની વાત સ્વીકારી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં એક ઘર લેવાના હતા અને 2020ના અંત સુધીમાં લગ્ન કરવાના હતા. સપ્ટેમ્બર 2019માં દિલ બેચારા ફિલ્મ પૂરી કર્યા બાદ સુશાંતના ડિપ્રેશનમાં હોવાના સંકેત મળ્યા હતા. રિયાના જણાવ્યા અનુસાર, તે ખુદ સુશાંતને ડોક્ટર પાસે લઇ ગઈ અને સુશાંતની સારવાર ચાલું કરાવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NhnQGu
https://ift.tt/30X8Wxn
No comments:
Post a Comment
If you have any doubts please let me know!