Tuesday, June 23, 2020

હવે ભૂષણ કુમારની પત્ની દિવ્યા સિંગર સોનુ નિગમ પર ભડકી, કહ્યું- ટી સીરિઝે જ તમને બ્રેક આપ્યો હતો

ભૂષણ કુમાર તથા સોનુ નિગમ વચ્ચેના વિવાદમાં ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ખોસલાની પ્રતિક્રિયા સામે આવી છે. દિવ્યાએ કહ્યું હતું કે સોનુ કૅમ્પેન ચલાવવાની વાત કરી રહ્યો છે, તે તદ્દન ખોટી છે. દિવ્યાએ ઈન્સ્ટા સ્ટોરીમાં સોનુ નિગમને બેશરમગણાવ્યો હતો અને યાદ અપાવ્યું હતું કે તેમની કંપની ટી સીરિઝે જ તેને બ્રેક આપ્યો હતો.

લોકોના મગજ સાથે રમત રમતા સારી રીતે આવડે છે
દિવ્યાએ લખ્યું હતું, ‘આજે બધું એ અંગે છે કે કોણ કેટલું સારું કૅમ્પેન ચલાવે છે. ત્યાં સુધી કે મેં લોકોને ખોટું વેચતા તથા પોતાના સ્ટ્રોંગ કૅમ્પેનથી લોકો સાથે વિશ્વાસઘાત કરતાં જોયા છે. સોનુ નિગમ આ જ પ્રકારનો વ્યક્તિ છે. તેને ખ્યાલ છે કે લોકોના મગજ સાથે કેવી રીતે રમી શકાય છે. ભગવાન દુનિયાને બચાવે.’

સોનુને બેશરમકહ્યો
દિવ્યાએ આટલું જ નહોતું કહ્યું પરંતુ નેકસ્ટ સ્લાઈડમાં લખ્યું હતું, ‘સોનુ નિગમજી ટી સીરિઝે તમને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક આપ્યો હતો. તમને આટલાં આગળ વધવાની તક આપી. જો તમને ભૂષણ કુમારને લઈ આટલી બધી નફરત હતી તો પહેલાં કેમ ના બોલ્યા. આજે પબ્લિસિટી માટે કેમ આમ કરી રહ્યાં છો. તમારા પિતાજીએ મારી સાથે કેટલાં વીડિયો ડિેરેક્ટ કર્યાં અને તેના માટે તે હંમેશાં આભાર વ્યક્ત કરતા રહેતાં હતાં. જોકે, કેટલાંક લોકો બેશરમહોય છે.’

છેલ્લે દિવ્યાએ સોનુ નિગમે ટી સીરિઝ માટે ગાયેલાં ગીતની પહેલી લાઈન ‘અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા...’ હેશટેગ કરી હતી.

શું છે મામલો?
સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈ ચર્ચા ચાલી રહી છે ત્યારે સોનુ નિગમે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝ્મ હોવાની વાત કરી હતી. હાલમાં જ સોનુ નિગમે એક વીડિયો રિલીઝ કર્યો હતો અને ભૂષણ કુમારને એક્સપોઝ કરવાની ધમકી આપી હતી. નિગમે આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું, ‘લાતો કમે માફિયા બાતો સે નહીં માનતે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now Bhushan Kumar's wife Divya is angry with Sonu Nigam, saying- it was the T series that gave you a break


from Divya Bhaskar https://ift.tt/2V935kV
https://ift.tt/3183308

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...