Thursday, June 18, 2020

સુશાંતના નિધન બાદ સાહિલ ખાને સલમાનને ટાર્ગેટ કર્યો, કહ્યું- ‘મને અનેક ફિલ્મમાંથી હાંકી કાઢ્યો’

વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘સ્ટાઈલ’ દર્શકોને ઘણી જ પસંદ આવી હતી. આ ફિલ્મથી એક્ટર સાહિલ ખાને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મથી સાહિલને ઘણી જ લોકપ્રિયતા મળી હતી પરંતુ તે બહુ ઓછી ફિલ્મમાં જોવા મળ્યો હતો. પહેલી ફિલ્મ બાદ તેને શાહરુખ તથા સલમાનની સાથે જાણીતા મેગેઝિનના કવર પેજ પર જગ્યા મળી હતી. હવે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અનેક લોકો પર કેમ્પ ચલાવવાનો તથા નેપોટિઝ્મનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યાં છે તો સાહિલે પણ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર ખાનને ફિલ્મ ના મળવા માટે જવાબદાર ગણાવ્યા છે.

સુશાંતના મોત બાદ સાહિલે સલમાનને આડેહાથ લીધો હતો અને કહ્યું હતું, ‘બહુ ઓછા લોકોના જીવનમાં આવું બને છે કે તમારી ફિલ્મ ‘સ્ટાઈલ’ બાદ ભારતના સૌથી ટોપ ફિલ્મ મેગેઝિનના કવર પર ભારતના બે સુપરસ્ટાર સાથે તમે હોવ. જોકે, આમાંથી એક સુપરસ્ટારને બહુ જ ખોટું લાગ્યું હતું. જ્યારે હું તો નવો હતો અને તેમનો ફૅન હતો, હજી નબળો હતો.’

નામ લીધા વગર સાહિલે કહ્યું, ‘પછી તે મને અનેકવાર સાઈડ રોલ માટે બોલાવતા, ટીવી શો માટે બોલાવતા અને પછી અનેક ફિલ્મમાંથી મને બહાર કઢાવ્યો હતો. ‘નામ બડે ઔર દર્શન છોટે...’ વિચારો કોણ છે? મને કોઈ ફરક નથી પડતો, કારણ કે સુશાંત સિંહ રાજપૂતે તેનો સાચો અને અસલી ચહેરો જોયો છે. દુનિયાના આ લોકો નવા ટેલેન્ટથી કેટલા ડરે છે. 20 વર્ષમાં જ્હોન અબ્રાહમ સિવાય ઈન્ડસ્ટ્રીમાં કોઈ બિગ સ્ટાર આવ્યા નથી. કોઈને આવવા દેતા નથી. માત્ર સ્ટાર કિડ્સને કામ મળે છે. વિચારો આ અંગે. તારી આત્માને શાંતિ મળે સુશાંત’

View this post on Instagram

BOHUT KAM LOGON KE SAATH ZINDAGI MAIN AESA HOTA HAI KE APNI 1st FILM 🍿 #STYLE ❤️ KE BAD INDIA KE SABSE TOP FILM MAGAZINE KE COVER PAR, DO INDIA KE SAB SE BADE SUPER STAR KE SAATH HO.... MAGAR UNME SE EK SUPER STAR KO BOHUT BURA LAGA 🤣🤣 JAB KE MAIN TO NAYA THA, UNKA FAN THA, KAMZOR THA 😂 PHIR BHI WOH MUJHE KAI BAAR SIDE ROLE KE LIYE BULATE RAHE, TV SHOW KE LIYE BHI BULATE RAHE - AUR PHIR KAI FILMS SE MUJHE NIKALWA DIYA 😜 NAAM BADE AUR DARSHAN CHOTE 😂 GUESS WHO ??? I DONT GIVE A FUCK TODAY FOR HIM COZ @sushantsinghrajput NE UNKA SUCHHA ASLI CHEHRA DIKHA DIYA. DUNIYA KE WOH LOG NEW TALENTS SE KITNA DARTE HAI - 20 SAAL MAIN JOHN ABRAHAM KE ILAWA KOI NAHI AYA INDUSTRY MAIN BADA STAR COZ KOI ANE HI NAHI DETA; ONLY STAR SON KO HI KAAM MILTA HAI - THINK ABOUT IT - RIP💔💔🙏🏽 @sushantsinghrajput . . #IfYouDontKnowNowYouKnow #SahilKhan #Hunk #hunkwater #bollywood #history #OneLife #Mumbai #FitnessIC⭕️N #KaamKaroNaamKaro #OneLifeBaby

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on Jun 17, 2020 at 6:33am PDT

સલમાન ખાન પર કેમ્પ ચલાવવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે
સુશાંતના મોત બાદથી જ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. અનેક પ્રોડ્યૂસર્સ પર આઉટસાઈડર્સને કામ ના આપવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ‘દબંગ’ ડિરેક્ટ અભિનવ કશ્યપે પણ સલમાન પર કેમ્પ ચલાવવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ત્યારબાદ સાહિલની આ પોસ્ટ પણ સલમાન તરફ જ ઈશારો કરે છે. વર્ષ 2001માં બોલિવૂડ ડેબ્યૂ કરનાર સાહિલ માત્ર સાત ફિલ્મમાં જ જોવા મળ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Sushant's death, Sahil Khan targeted Salman Khan, saying, "I was kicked out of many films."


from Divya Bhaskar https://ift.tt/3eaWkGI
https://ift.tt/3fA16xx

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...