સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી તેનો પરિવાર, મિત્રો અને ચાહકો હજુ આઘાતમાં છે. આ દરમિયાન ખાસ સમાચાર આવ્યા છે કે, અભિનેતાની ખાસ મિત્ર રિયા ચક્રવર્તીને તેના અંતિમ સંસ્કારમાં આવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. રિયાને સુશાંતના પરિવારજનોએ સ્મશાને આવતા અટકાવી હતી.
હોસ્પિટલમાં રિયા દેખાઈ હતી પણ સ્મશાન ઘાટ પર નહોતી
બોલિવૂડના ન્યૂઝ અને ગોસિપ્સ આપતી વેબસાઈટ સ્પોટબોયે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, સુશાંતના પરિવારજનોએ રિયાને ચોખ્ખા શબ્દોમાં અંતિમ સંસ્કારમાં સામેલ થવાની ના પાડી દીધી હતી. આ જ કારણે 15 જૂને પવન હંસ શ્મશાન ઘાટ પર સુશાંતને અંતિમ વિદાય આપવા માટે પણ રિયા આવી નહોતી. રિયા તે જ દિવસે હોસ્પિટલ ગઈ હતી જ્યાં સુશાંતનું પોસ્ટમોર્ટમ થયું હતું.
રિયાએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં સ્વીકાર્યું છે કે, સુશાંતના પરિવાર સાથે તેના સંબંધ સારા નહોતા. તો બીજી તરફ ઘણા સૂત્રોનું પણ કહેવું છે કે, સુશાંતના ફેમિલી મેમ્બર્સને રિયા ગમતી
નહોતી.
સુશાંતની બહેનો રિયા નહિ પણ કૃતિ સેનનને ફોલો કરે છે
એટલું જ નહિ પણ સુશાંતની બહેનો પ્રિયંકા સિંહ અને શ્વેતા સિંહ કીર્તિ રિયાને સોશિયલ મીડિયામાં ફોલો કરતી નથી અને રિયા પણ બંનેમાંથી કોઈને ફોલો કરતી નથી. રસપ્રદ વાત તો એ છે કે, સુશાંતની બંને બહેનો તેની એક્સ ગર્લફ્રેન્ડ કૃતિ સેનનને ફોલો કરે છે અને કૃતિ પણ બંનેને ફોલો કરે છે.
34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. હાલ પોલીસ આ આત્મહત્યા પાછળનું કારણ જાણવાના પ્રયત્નો કરે છે. ગુરુવારે રિયા ચક્રવર્તી સાથે પોલીસે આશરે 11 કલાક પૂછપરછ કરી હતી. તેમાં તેણે સુશાંત સાથે પોતાના સંબંધની વાત સ્વીકારી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NczxhA
https://ift.tt/2ASGzFU
No comments:
Post a Comment
If you have any doubts please let me know!