Tuesday, June 2, 2020

અનુષ્કા શર્મા ખુદના ઘરનો ભોમિયો બની, ફોટો શેર કરી ઘરમાં સૂર્યપ્રકાશ આવનાર દરેક જગ્યાની ખબર છે તે સાબિત કર્યું

કોરોના મહામારીને કારણે હાલ અમુક વિસ્તારમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ફિલ્મ્સના શૂટિંગ માટે હજુ પરવાનગી આપવામાં આવી નથી. આવામાં અનુષ્કા શર્મા ઘરે પરિવાર સાથે સમય વિતાવી રહી છે. હવે આટલા સમયથી ઘરમાં જ રહીને અનુષ્કા શર્મા પોતાના જ ઘરનો ભોમિયો બની ગઈ છે. અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેની સન કિસ્ડ સેલ્ફી છે.

અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું કે, હવે મને મારા ઘરમાં એ દરેક જગ્યાની ખબર છે કે જ્યાં સૂર્યપ્રકાશ આવે છે. આ પોસ્ટ પર અન્ય સેલેબ્સની સાથે અનુષ્કાના પતિ વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી હતી.

ઘરે રહીને અનુષ્કા પતિ અને પેરેન્ટ્સ સાથે સમય પસાર કરી રહી છે. કોઈવાર તે કોહલીના ફની વિડીયો શેર કરે છે તો કોઈ વાર કપલ તેમના પાલતું ડોગ સાથેનો ફોટો શેર કરે છે. અનુષ્કા અને કોહલી લોકોને ઘરે જ સુરક્ષિત રહેવા અપીલ કરતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anushka Sharma knows all sunlight spots in her house and this becomes possible because of lockdown


from Divya Bhaskar https://ift.tt/3eDli1d
https://ift.tt/3cpnUOz

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...