Friday, June 19, 2020

રિચા ચઢ્ઢાએ બોયફ્રેન્ડ અલી ફઝલની માતાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, તમારા દીકરાનું ધ્યાન રાખવાનું વચન આપું છું

અલી ફઝલના માતાનું બુધવારે સવારે લખનઉમાં મૃત્યુ થયું હતું. અચાનક તબિયત ખરાબ થઇ અને તેમણે દુનિયાને અલવિદા કર્યું હતું. અલી ફઝલની ગર્લફ્રેન્ડ રિચા ચઢ્ઢાએ અલીની માતાને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પર તેણે પોસ્ટ શેર કરી કે, તમારા દીકરાનું ધ્યાન રાખવાનું વચન આપું છું.

તેણે લખ્યું કે, આન્ટી તમે અમને છોડીને જતા રહ્યા પણ તમે હંમેશાં આસપાસ જ હશો. તમે હંમેશાં તમારા સમય કરતા આગળ રહેનાર સ્ત્રી તરીકે યાદ રહેશો. હું તમારા દીકરાનું ધ્યાન રાખવાનું વચન આપું છું. આશા છે કે તમને તમારી શાંતિ મળશે. હું તમને ઓલરેડી યાદ કરી રહી છું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે આન્ટી, હું ખુદને નસીબદાર સમજુ છું કે મને તમને જાણવાનો મોકો મળ્યો, અલી, હિંમત રાખજે. તે તને આમ ઉદાસ નહીં જોઈ શકે.

અલીએ અગાઉ માતાના મૃત્યુ પર પોસ્ટ શેર કરી હતી કે, હું બાકીનું તમારું જીવન તમારા માટે જીવીશ. મિસ યુ અમ્મા. અહીંયા સુધી જ હતું આપણું, ખબર નહીં કેમ. તમે મારી ક્રિએટિવિટીનો સોર્સ હતા. મારું બધું જ. આગળ કોઈ શબ્દો નથી મળી રહ્યા. લવ, અલી.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ આ વર્ષે એપ્રિલ-મે દરમ્યાન લગ્ન કરવાના હતા પરંતુ મહામારીને કારણે લગ્ન પોસ્ટપોન થયા છે. તેઓ ઘણા સમયથી રિલેશનમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Richa Chadha mourns Ali Fazal’s mother, says ‘rest in peace auntie’


from Divya Bhaskar https://ift.tt/2N7lYQK
https://ift.tt/2N96rQb

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...