Tuesday, June 23, 2020

સુશાંત સિંહના પ્રિય ડોગ ફઝનું ખાવા-પીવાનું છોડવાથી મૃત્યુ થયું હોવાના સમાચાર ખોટા, પાવનાવાળા ફાર્મ હાઉસ પર સુરક્ષિત છે ફઝ

શું વાઈરલઃ સુશાંત સિંહ રાજપૂતના પેટ ડોગ ફઝનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફઝે સુશાંતના મૃત્યુ બાદ ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. તેના કારણે તેનું મોત નીપજ્યું છે.

- 14 જૂનના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી અને તેમના નિધનથી ચાહકો શોકમાં છે. કેટલાક તેમની આત્મહત્યા પાછળ નેપોટિઝ્મને જવાબદાર માને છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, સુશાંતે આ પગલું ભરવાની જરૂર નહોતી. આ દરમિયાન સુશાંત સિંહને લગતી અનેક અફવાઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ અફવાઓને લોકો સાચી માનીને શેર પણ કરી રહ્યા છે.

કેટલીક ટ્વીટ જે ફઝના મૃત્યુના સમાચારની અફવા ફેલાવી

https://twitter.com/hattoyee/status/1275326384286494721/photo/1

https://twitter.com/vaishali180412/status/1275331126702243841

https://twitter.com/Ji_Kahein/status/1275314117042208769

ફેક્ટ ચેક તપાસ

  • અમને ઈન્ટરનેટ પર એવા કોઈ સમાચાર નથી મળ્યા જેનાથી પુષ્ટિ થાય કે સુશાંત સિંહ રાજપૂતના પેટ ડોગ ફઝનું મૃત્યું થઈ ગયું છે.
  • અમે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી ફઝની તે તસવીરોની રિવર્સ ઈમેજ સર્ચ કરી. જે તેના મૃત્યુના દાવાની સાથે સૌથી વધારે શેર કરવામાં આવી રહી છે.
  • અમને 18 જૂનના રોજ બિગબોસ ફેમ મનવીર ગુર્જરનું એક ટ્વિટ મળ્યું. જેમાં મનવીરે સુશાંતને યાદ કરતાં તેના ડોગ ફઝની ફોટો શેર કરી છે. સાથે લખ્યું છેઃ બીજા લોકો નહીં પણ આ તો તારી વેલ્યુને આજે પણ સમજે છે.

https://twitter.com/imanveergurjar/status/1273334777190309888

  • સુશાંતે ખુદ પણ પોતાના ડોગ્સ સાથે ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પરંતુ તેમના મૃત્યુ બાદ સેલિબ્રિટીઝમાં નવીર ગુર્જરે પણ તેમના ડોગનો ફોટો શેર કર્યો. પરંતુ મનવીરે ડોગના મૃત્યુ જેવી કોઈ વાત નથી જણાવી. મનવીરના ટ્વીટમાંથી લોકોએ સુશાંતના ડોગનો ફોટો લીધો અને તેને ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા શેર કરવા લાગ્યા.
  • ન્યૂઝ વેબસાઈડ પિંક વિલાએ આ સંદર્ભમાં સુશાંત સિંહ રાજપૂતની નજીકના લોકો સાથે પણ વાત કરી છે. તેમણા જણાવ્યા પ્રમાણે, ફઝના મૃત્યુના સમાચાર ખોટા છે. તેમજ એ પણ કહ્યું કે, ફઝ નહીં પરંતુ સુશાંતના ચારેય ડોગ એકમદ બરાબર છે અને તેઓ તેમના પાવના હાઉસમાં રહે છે (પિંક વિલાના સમાચાર)

નિષ્કર્ષઃ સુશાંત સિંહ રાજપૂતના ડોગી ફઝના મૃત્યુના સમચાર માત્ર અફવા છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
News that Sushant Singh's favorite dog Fuzz died from overeating is false.


from Divya Bhaskar https://ift.tt/2V9g6uI
https://ift.tt/3fRgG8k

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...