Friday, June 19, 2020

વિવેક રંજન અગ્નિહોત્રીએ સુશાંત સિંહ રાજપૂતને હેટ સ્ટોરીમાં સાઈન કર્યો હતો, એકતા કપૂરે આવું ન થવા દીધું

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હલચલ છે. લોકોનું માનવું છે કે સુશાંતને ઘણી ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો માટે તેણે આત્મહત્યા કરી. સુશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેરવા માટે અત્યારસુધી એકતા કપૂર, કરણ જોહર સહિત 8 લોકો પર કેસ પણ ફાઈલ થયો છે. આ દરમ્યાન વિવેક રંજન અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો કે સુશાંતનો પહેલો મૂવી કોન્ટ્રાક્ટ હેટ સ્ટોરીનો હતો પણ એકતા કપૂરે આવું થવા ન દીધું.

ફિલ્મમેકર વિવેકે સુશાંતને યાદ કરી એક ડૂડલ આર્ટ શેર કર્યું જેમાં લખ્યું હતું, સુશાંતને મારી શ્રદ્ધાંજલિ. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, તે જ્યારે જીવતો હતો ત્યારે કોઈ ફિલ્મ્સ ઓફર કરી શકતા હતા તમે. આના જવાબમાં વિવેકે લખ્યું કે, મેં તેને હેટ સ્ટોરી માટે સાઈન કર્યો હતો, તેનો પહેલો મૂવી કોન્ટ્રાક્ટ પણ બાલાજી ફિલ્મ્સે તેને રિલીઝ ન કર્યો.

સ્વાભાવિક છે કે જ્યારે ફિલ્મ સાઈન કરી ત્યારે સુશાંત સિંહ એકતા કપૂરની ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાની કાસ્ટમાં સામેલ હતો. સુશાંતે થોડા સમય બાદ તે શો છોડવાનો નિર્ણય લીધો હતો. સુશાંતે એકતા કપૂરની કિસ દેશ મેં હૈં મેરા દિલ સિરિયલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. હેટ સ્ટોરી ફિલ્મ 2012માં રિલીઝ થઇ હતી જેના એક વર્ષ બાદ સુશાંતે કાઈ પો છે ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivek Ranjan Agnihotri signs Sushant Singh Rajput in 'Hate Story', Ekta Kapoor did not release actor fimlmaker revealed


from Divya Bhaskar https://ift.tt/37JpSJ9
https://ift.tt/2YcWzvk

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...